મુંદ્રાના પત્રી ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

  મુંદ્રા તાલુકાના પત્રી ગામમાં ભીમજી સામતભાઇ જોગી નામના યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પત્રી ગામમાં રહેનાર 37 વર્ષીય ભીમજી ગત તા. 24/7ના પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવ ત્યાગી દીધો હતો. ત્યારે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.