રાપર ખાતે આવેલ ભીમાસરમાંથી 2.19 લાખના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓ ઝડપાયા : બે ફરાર

copy image

copy image

રાપર ખાતે આવેલ ભીમાસરમાંથી ચાર ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. જ્યારે બે નાસી જવામાં સફળ રહ્યા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરના ભીમાસર રામદેવ સીમ વિસ્તારમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી જાહેરમાં જુગાર રમતા ચાર ઈશમોને પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા. તેમજ વધુ બે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 33,570 સહિત કુલ રૂા. 2,19,070નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.