આઈટીઆઈ માંડવી(ક) ખાતે ધોરણ ૮,૯, અને ૧૦ પાસ માટે વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની અરજી કરવાની પ્રક્રીયા ચાલુ

“આઈટીઆઈ માંડવી(ક) ખાતે ધોરણ ૮,૯, અને ૧૦ પાસ માટે સુઈંગ ટેક્નોલોજી, ફીટર, મિકેનિક ડિઝલ, ઈલેક્ટ્રીશ્યન,કોપા, વાયરમેન, વેલ્ડર ,પ્લમ્બર, ડીટીપીઓ , કોસ્મેટોલોજી, સોલાર ટેક્નિશ્યન , એચ.એસ.આઈ જેવા કાર્યરત જુદા જુદા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની અરજી કરવાની પ્રક્રીયા હાલ ચાલુ છે . માંડવી(ક) આઈ ટી આઈ ખાતે એડમિશન મેળવવા માટે ધોરણ ૮/૯ કે ૧૦ પાસ કર્યાની માર્કશીટ , શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર તેમજ જાતિ અંગેના દસ્તાવેજો સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડવી(ક), ટી બી ક્લિનિકની બાજુમા, મસ્કા રોડની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ માંડવી ફોન નંબર ૦૨૮૩૪-૨૨૩૬૬૩ પર સંપર્ક કરવો . બીજા રાઉન્ડમાં એડમિશનની છેલ્લી તારીખ ૦૪/૦૮/૨૦૨૫ છે. “