ગાંધીધામ “એ” તથા “બી” ડીવીઝન તથા દુધઈ પોલીસ સ્ટેશન માં પ્રોહીબીશનના ગુનામાં કબ્જે થયેલ ભા૨તીય બનાવટના રૂ;૧૫.૬૧લાખના વિદેશી દારૂનો નાશ ક૨વાની કાર્યવાહી કરવામાં આવેલ

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જીલ્લાના પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ ક૨વા સુચના કરેલ હોય જેથી તેઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા દુધઈ પોલીસ સ્ટેશન તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અલગ અલગ ગુનાઓમાં કબ્જે ક૨વામાં આવેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન મળી કુલ્લ નંગ-૩૦૪૯ વાળો કબ્જે કરવામાં આવેલ હોય જે મુદામાલ નાશ કરવા નામદાર કોર્ટ માથી હુકમ મેળવી આજરોજ સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી એસ.જે.ચૌધરી સાહેબ અંજાર કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ- અંજા૨ તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.વી.ગોજીયા તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા દુધઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી બી.જી.ડાંગર તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી દામીની આ૨.ધોબી નાઓની રૂબરૂમાં પ્રોહીબીશનના મુદામાલનો નાશ ક૨વા લોડર,આઇસર વાહન, ઈ.સી.આ૨.ફાયર વાહન તથા એબ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી અંજાર વિડી સીમ વિસ્તારમાં કુલ્લ કિ.રૂ.૧૫,૬૧,૩૩૭/- ના દારૂના જથ્થા નો નાશ કરવામાં આવેલ છે.
- ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ જેમા બોટલો તથા બિયર ટીન કુલ્લ-૧૫૮૪ કિ.રૂ.૯,૨૧,૭૨૦/-
- ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ જેમા બોટલો તથા બિયર ટીન કુલ્લ-૮૫૩ કિ.રૂ.૩,૪૯,૪૫૭/-
દુધઈ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ જેમા બોટલો તથા બિયર ટીન કુલ્લ-૬૧૨ કિ.રૂ.૨,૯૦,૧૬૦/-
(કુલ્લ કિ.રૂ.૧૫,૬૧,૩૩૭/-)
આ કામગીરીમાં સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી એસ.જે.ચૌધરી સાહેબ અંજાર કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ- અંજાર તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.વી.ગોજીયા તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા દુધઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.વી.ડાંગર તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી દામીની આ૨.ધોબી તથા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ હાજર રહેલ હતા.