ગુણવતા વાળા કોલસાની ચોરી કરી તેની જગ્યાએ નબળી ગુણવતા વાળો કોલસો ભરી કંપની સાથે વિશ્વાસઘાતની કોશીશ કરતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

copy image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઇ ગઢવી તથા યુવરાજસિંહ જાડેજાનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં વાહન ચેકીંગ હતા. તે દરમ્યાન એક ટ્રેઇલર માંડવી તરફથી આવતા ઉભુ રખાવી વાહન ચાલક ફીરોજ છોટુજી કાઠાત ઉ.વ.૨૪ રહે. મસ્જીદની બાજુમાં લસાડીયા તા બ્યાવર જી.અજમેર વાળાની ગાડીમાં ભરેલ માલ બાબતેના આધાર પુરાવાની પુછપરછ કરતા તેણે રજુ કરેલ રિષી ઇન્ટરનેશનલ લોજીસ્ટીક ટ્રાન્સ પોર્ટનો ગેટ પાસ તથા સીલ પેકીંગ કરેલ પહોચ તથા શીવાન્યા એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટનું ચલણની પહોય તથા બિલ્ટી રજુ કરેલ તેમાં ઉત્તમ ગુણવત્તા વાળો કોલસો ભરેલ હોવાનું જણાવતા સદર ટ્રેઇલમાં ભરેલ ઉત્તમ ગુણવત્તા વાળો કોલસો ચેક કરતા તેમાં મીક્સીંગ કરેલ કોલસો ભરેલ હોવાનું જણાતા મજકુર ઇસમને આ ભરેલ મુદ્દામાલ બાબતે પુછતા જણાવેલ કે, ગઇ તા.૨૭/૦૭/૨૦૨૫ ના રોજ હું રાત્રીના કંડલા પોર્ટમાંથી ઉત્તમ ગુણવતા વાળો કોલસો ભરી નિલકંઠ પાર્કીંગમાં ટ્રેઇલર પાર્ક કરી સીલ કરાવેલ બાદ અમારા શેઠ ભુરાભાઇ રબારીએ જણાવેલ કે, ટ્રેઇલરમાંથી કોલસો કાઢવાનો હોય ટ્રેઇલર આપણા વાડા ઉપર લઇ આવ તેમ કહેતા હું ટ્રેઇલર વાડા ઉપર લઇ આવેલ અને ત્યાં અમારા શેઠ ભુરાભાઇ રબારી દ્વારા સીલને નુકશાન ન થાય તે રીતે ઉત્તમ ગુણવત્તા વાળો કોલસો અશરે ૧૨ ટન જેટલો કાઢી લઇ તેમાં નબળી ગુણવત્તા વાળો મિક્સીંગ માલ ભરી ભેળ સેળ કરી ટ્રેઇલરમાં લગાવેલ સીલ જેમના તેમ રાખી તેમાં ભરેલ ભેળસેળ વાળો માલ અલ્ટ્રાટેક કંપનીમાં ખાલી કરવા માટે જતો હતો જેથી બન્ને ઇસમોએ ઉત્તમ ગુણવત્તા વાળો કોલસો આશરે ૧૨ ટન જેની કિં.રૂ. ૧,૩ ૨,૦00/- ની ચોરી કરી કાઢી લઇ તથા ભેળસેળ વાળો નબળો માલ ભરી કંપની સાથે વિશ્વાસઘાતની કોશીષ કરેલ હોય જેથી મજકુર બન્ને ઇસમો વિરૂધ્ધ નલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૬૨/૨૦૨૫ બી.એન.એસ કલમ. ૩૦૩(૨), ૩૧૬(૩), ૫૪ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. * કબ્જે કરેલ મુદ્દામાલ – મીક્સીંગ કરેલ માલ કિ.રૂ. ૨,૫૩,૦૦૦/- – ટ્રેઇલર રજી નં. GJ 391 9223 કિં.રૂ. ૧૫,00,000/- ચોરીમાં ગયેલ મુદ્દામાલ – ઉત્તમ ગુણવત્તા વાળો કોલસો આશરે ૧૨ ટનની ચોરી કરેલ જેની કિ.રૂ. ૧,૩૨,000/- આરોપીઓ – ફીરોજ છોટુજી કાઠાત ઉ.વ.૨૪ રહે. મસ્જીદની બાજુમાં લસાડીયા તા.બ્યાવર જી.અજમેર – ભુરાભાઈ રબારી રહે. ગાંધીધામ (હાજર ન મળી આવેલ)