અબડાસાના વરાડિયામાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

copy image

અબડાસા ખાતે આવેલ વરાડિયામાં ગંજીપાના વડે જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ અબડાસાના વરાડિયામાં હાજીપીરની દરગાહ પાસે આવેલા ડેલાના ઓટલા ઉપર અમુક શખ્સો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે આ શખ્સોને પકડી લીધા હતા. પકડાયેલ શખ્સ પાસેથી રોકડા રૂા; 2360 કબ્જે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.