પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગૌ-વંશની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક છોટા હાથી વાહનમાં પાછળ ભાગે ગૌ-વંશ ભરેલ હોય જેથી વાહન ઉભુ રખાવી ચેક કરતા તેમાં ગૌ-વંશ ના નાના- મોટા -૩ જીવો ખીચો-ખીચ અને પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા વગર કુર અને ત્રાસદાયક રીતે ભરેલ હોય જેથી મજકુર વાહન ચાલક ઇશાક હારૂન સમા ઉ.વ. ૪૦ રહે. નાના દિનારા, ફઝલવાંઢ (ખાવડા) તા.ભુજવાળા પાસે સદરહુ ગૌ-વંશ જીવ નંગ- ૩ હેરાફેરી કરવા બાબતે આધાર પરમીટ તેમજ વેટરનરી ઓફીસરનું સર્ટીફીકેટ માંગતા નહિં હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જાના છોટા હાથી વાહનમાં ગૌ-વંશ નંગ- ૩ જીવો ખીચો-ખીચ અને પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા વગર કુર અને ત્રાસદાયક રીતે ભરેલ હોય તેમજ સદર ગૌ-વંશ જીવોની સક્ષમ અધિકારી પાસેથી પરમીશન તેમજ વેટરનરી ઓફીસરનું સર્ટીફીકેટ વગર ગૌ-વંશ કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરી ગુનો કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ ધી ગુજરાત એનીમલ પ્રીઝર્વેશન (એમેન્ડમેન્ટ) એકટ ૨૦૧૧ ની કલમ ૬ ક (૧) તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ ૧૧ (૧) ઘ,ચ.ડ મુજબ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૯૩૩/૨૦૨૫ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • છોટા હાથી વાહન રજી.નં. GJ 12 BV 2322 કિં.રૂ. ૭૦,૦૦૦/-
  • મોબાઇલ ફોન કિં.રૂ. ૫૦૦૦/-

♦ પાંજરાપોર ખાતે મોકલાવેલ ગૌ-વંશ

  • બે ગાય તથા એક વાછરડુ

પકડાયેલ ઇસમ

  • ઇશાક હારૂન સમા ઉ.વ. ૪૦ રહે. નાના દિનારા, ફઝલવાંઢ (ખાવડા) તા. ભુજ