ગાંધીધામના ગળપાદરમાંથી 19 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓની કરાઈ ધરપકડ

jugar

copy image

copy image

ગાંધીધામના ગળપાદરમાંથી 19 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે  સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ગળપાદરમાં હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તાર જિલ્લા જેલની પાછળ અમુક ઈશમો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રોકડ રૂા. 19,300 સાથે પાંચ શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.