અમદાવાદમાં 3 ઓગસ્ટે નારાયણ સેવા સંસ્થાન દ્વારા નિઃશુલ્ક નારાયણ લિમ્બ માપન શિબિરનું આયોજન

copy image

દિવ્યાંગોની સેવામાં સમર્પિત, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન અને ઈંગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે, રવિવાર, 3 ઓગસ્ટના રોજ અમદાવાદમાં એક વિશાળ નિ:શુલ્ક નારાયણ લિમ્બ અને કેલિપર્સ માપન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરનું ઉદ્ઘાટન સવારે 11 વાગ્યે શ્રી કચ્છ કડવા પટેલ સનાતન સમાજ ભવન (નેશનલ હેન્ડલૂમની બાજુમાં, નરોડા રોડ) ખાતે થશે. આ શિબિર સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
આ શિબિરનો ઉદ્દેશ્ય એવા દિવ્યાંગોને સહારો આપવાનો છે, જેમણે અકસ્માત કે બીમારીને કારણે પોતાના હાથ-પગ ગુમાવી દીધા છે. પદ્મશ્રીથી સન્માનિત સંસ્થાપક કૈલાશ ‘માનવ’ જીની પ્રેરણાથી સંસ્થા છેલ્લા 40 વર્ષથી માનવતાની સેવામાં સતત કાર્યરત છે. આ શિબિરમાં સંસ્થાની નિષ્ણાત ઓર્થોટિસ્ટ અને પ્રોસ્થેટિક ડોકટરોની ટીમ દિવ્યાંગોની તપાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા, હળવા અને ટકાઉ નારાયણ લિમ્બ્સ (કૃત્રિમ અંગો) માટે માપ લેશે. માપ લીધેલા કૃત્રિમ અંગો લગભગ બે મહિના પછી એક વિશેષ શિબિરમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત, પસંદ કરાયેલા દિવ્યાંગજનોને ઉદયપુરમાં સંસ્થાની અતિ-આધુનિક હોસ્પિટલમાં મફત ઓપરેશનની તક પણ મળશે.
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ