ચોરી/છળકપટ થી મેળવેલ સીગારેટના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી LCB,પુર્વ કચ્છ ગાંધીધામ

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે મનપ્રિતસિંગ સૈની રહે. બાગેશ્રી પામ,ગળપાદ૨ તા.ગાંધીધામ વાળાના કબ્જા ભોગવટાનુ ગોડાઉન માલારા મહાદેવ મંદિર તરફ જતા પ્લોટ નં. ૮ બરકત કેન એન્ડ લોજીસ્ટીક વાળુ આવેલ છે. જે ગોડાઉનમાં સીગારેટનો જથ્થો રાખેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરી હાજર મળી આવેલ ઈસમને આ સીગારેટનાં જથ્થા બાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા નહિ હોવાનુ જણાવતા બી.એન.એન.એસ. ડલમ ૧૦૬ મુજબ કબ્જે કરી તથા મળી આવેલ ઈસમને બી.એન.એન.એસ. કલમ ૩૫(૧),ઈ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) મનપ્રિતસિંગ સ/ઓ જસવીંદરસિંગ સૈની ઉ.વ. ૩૬ રહે. પ્લોટ નં. ૧૧૨,બાગેશ્રી પામ,ગળપાદર તા.ગાંધીધામ
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) અરમાન શેખ રહે. અમદાવાદ
કબ્જે કરેલ મુદ્દામાલ
અલગ-અલગ બ્રાન્ડના સીગારેટ પેકેટ નંગ-૫૩૨૨૪૦ કિ.રૂ. ૪૬,૧૮,૭૦0/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.