“દેશી દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તી ઉપર અંકશ લાવવા માટે દેશી દારૂના ત્રણ કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ દેશી દારૂ ગેરકાયદેસર બનાવનાર તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ, પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવીનાઓ ભુજ શહેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન (૧) ખાવડા પોલીસ સ્ટેશનમાંથી ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૫૦/- કિં.રૂ. ૩,૭૫૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહી એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ (૨) ખાવડા પોલીસ સ્ટેશનમાંથી દેશીદારૂ લીટર ૦૪ કિં.રૂ. ૮૦૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહી એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ (૩) ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી દેશીદારૂ લીટર ૧૦ કિં.રૂ. ૨,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહી એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

:• મુદ્દામાલ

  • ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૫૦, કિં.રૂ. ૩,૭૫૦/-
  • દેશીદારૂ લીટર ૧૪ કિં.રૂ. ૨,૮૦૦/-
  • આરોપીઓ

શકુર ઓસમાણ વાંઢ રહે. કુરન તા.ભુજ

  • મયુરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર રહે. એન.ટી.પી.સી. કોલોની, આર.ઈ.પાર્ક, ખાવડા તા.ભુજ
  • કારા અરજણ કોલી રહે. ભગવતી હોટેલ સામે, કોલીવાસ, ભુજ