“માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફોજદારી કામમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કામે થયેલ સજામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”
copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા લીલાભાઇ દેસાઈનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નામદારશ્રી જ્યુ.મેજી.ફર્સ્ટ ક્લાસ માંડવીનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૧૫૮/૨૦૨૪ ચુકાદાની તા.૧૪/૦૫/૨૦૨૫ ગુન્હો ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની ક. ૧૩૮ મુજબના કામે આરોપીને તકસીરવાન ઠેરવીને એક વર્ષની સાદી કેદ ભોગવવા માટે હુકમ કરેલ હોય અને આ ગુનાનો આરોપી કિશોર કાંતિલાલ કંસારા ઉ.વ.૪૫, રહે.ભીડનાકા બહાર, હનુમાન મંદિર પાસે, ભુજવાળો ભુજ ઓક્ટ્રોય, માંડવી ખાતે હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ જેથી મજકુર આરોપીને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર આરોપીએ ઉપરોક્ત ગુનો કરેલ હોઇ અને ગુન્હા કામે આજદિન સુધી નાસતા-ફરતા હોવાની કબુલાત આપેલ જેથી મજકુર આરોપીને હસ્તગત કરી માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપીઓ
- કિશોર કાંતિલાલ કંસારા ઉ.વ.૪૫, રહે.ભીડનાકા બહાર, હનુમાન મંદિર પાસે, ભુજ
- નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
નામદારશ્રી જ્યુ.મેજી. ફર્સ્ટ ક્લાસ માંડવીનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૧૫૮/૨૦૨૪ ચુકાદાની તા.૧૪/૦૫/૨૦૨૫ ગુન્હો ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની ક. ૧૩૮ મુજબ