બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચતા ખેડૂતોને મોટો આર્થિક ધક્કો
copy image

ગુજરાત રાજ્યના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં, બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પરીણામે આ નુકશાનના કારણે ખેડૂતોને મોટો આર્થિક ધક્કો લાગ્યો છે. બનાસકાંઠાના ડીસા, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં પાક પાણીમાં ગરકાવ થઈ જતાં મગફળીના પાકને મોટું નુકશાન થયું છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ માર્કેટ યાર્ડમાં ઉનાળુ સિઝનની મગફળીની પાંચ લાખથી વધુ બોરીની ઘટ સર્જાઈ છે. ઉપરાંત ભાવમાં પ્રતિ 20 કિલોએ રૂપિયા 280નો ઘટાડો થયો છે. તેમજ NPK ખાતરની કિંમત રૂપિયા 1470થી વધીને રૂપિયા 1850 થતાં ખેડૂતો માટે ભારે આર્થિક સંકટ ઊભો થયો છે.