એક મહિનાના વિરામ બાદ ફરી ભુજ-રાજકોટ વચ્ચે ટ્રેન દોડાવાશે
copy image

એક મહિનાના વિરામ બાદ હવે ફરી ભુજ-રાજકોટ વચ્ચે ટ્રેન દોડાવાશે. વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ બુધવાર, શુક્રવાર અને રવિવારના રાત્રે 11:15 કલાકે ભુજથી ઉપડી 5:50 સુધી રાજકોટ પહોંચાડશે. તેમજ મંગળવાર, ગુરુવાર અને શનિવાર 10:30 કલાકે રાજકોટથી ઉપડી સવારે પાંચ કલાક સુધી ભુજ પહોંચાડશે. બુધવારે ભુજથી રાજકોટ જવા માટે પહેલી ટ્રીપ હતી, પરંતુ કોઇ ટેકનિકલ કારણોસર સયાજીનગરી એક્સપ્રેસ અડધો કલાકથી વધુ વિલંબીત થઇ અને અમદાવાદથી નમો ભારત આવી જતા રાજકોટ માટેની આ ટ્રેન અડધો કલાક જેટલી લેટ થઇ હતી. આ ટ્રેનમાં સ્લીપર, એસી કોચ સહિત 17 ડબ્બા અને સુવિધા પણ સારી છે. તેમજ ઓનલાઇન બુકિંગ પણ થઇ શકે છે. ત્યારે આગામી દિવસોમાં આ ટ્રેન સેવા પ્રવાસીઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે.