તમામ પોલીસ અધિકારીને અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ


જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચના સુપરવિઝન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એ.ગોહીલ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઇ નાઓના માર્ગદર્શન આધારે એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ મંગળસિંહને મળેલ બાતમી હકિકતના આધારે અમદાવાદ શહેર, સરદારનગર, છારાનગર, કુબેરનગર રેલ્વે ક્રોસિંગ પાસે, નવખોલીની ચાલી, ભરતભાઇ નાઓના મકાનની અંદરથી આરોપી નિશા સતીષભાઈ સાબરિયા ઉમર વર્ષ.35 ધંધો. મજુરી રહેવાસી. વિમલની ચાલી, છારાનગર, સરદારનગર, અમદાવાદ શહેરના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ગાંજાનો કુલ્લે જથ્થો ૦૬ કિલો ૫૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૬૦,૫૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિંમત રૂપિયા ૬૦,૯૨૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદર આરોપીઓ વિરૂધ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦ (બી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇસ્પેકર શ્રી એમ.બી. ચાવડાના તરફ ડેપ્યુટ કરેલ છે.
૯ આરોપીની મોડેશ ઑપરેન્જિસ.
આ કામે આરોપી નિશા સતીષભાઈ સાબરિયા નાઓને નહિ પકડાયેલ આરોપી ગાંજાના મોટા પાર્સલો આપી જતા અને તેમાંથી આરોપી નિશાએ નાની-નાની ગાંજાની પડીકિઓ બનાવી, નહિ પકડાયેલ આરોપીને બજારમાં છૂટક વેચાણ કરવા માટે આપતા હતા.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ