ફર્ટિલિટી કેર માટે જાણીતી સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા ગાંધીનગરમાં નવી લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરની શરૂઆત

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વિશ્વસનીય ફર્ટિલિટી કેર માટે જાણીતી સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા ગાંધીનગરમાં નવી લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. નિરમય મેડિકલ હબમાં સ્થિત આ સેન્ટરનો ઉદ્દેશ ઉત્તર ગુજરાતના દંપતીઓને આધુનિક અને વ્યાપક પ્રજનન સારવાર સુલભ રીતે ઉપલબ્ધ કરાવવાનો છે.

આ સેન્ટર પુરુષ અને સ્ત્રી બંને પ્રકારની ઈન્ફર્ટિલિટીની સમસ્યાઓ માટે વિવિધ પ્રકારની સારવાર સેવાઓ પૂરી પાડશે, જેમાં ફર્ટિલિટી ઈવાલ્યુએશન, સોનોગ્રાફી, ઇન્ટરયૂટરાઇન ઇન્સેમિનેશન (IUI), ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF), ઇન્ટ્રાસાઇટોપ્લાઝ્મિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI), જિનેટિક ટેસ્ટિંગ, ક્રાયોપ્રીઝર્વેશન, એગ ડોનેશન પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાત એક્સપર્ટ કન્સલ્ટન્ટ સર્વિસ ઉપલબ્ધ રહેશે અને ખાસ જરૂરિયાત હોય ત્યારે અમદાવાદ સ્થિત મુખ્ય સેન્ટર પર રિફર કરવામાં આવશે.

સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ગ્રુપના ડિરેક્ટર તેમજ સિનિયર ઈન્ફર્ટિલિટી અને આઈવીએફ એક્સપર્ટ ડૉ. આર.જી. પટેલે જણાવ્યું કે, “સનફ્લાવર હંમેશાથી એ પ્રયાસ કરી રહ્યું છે કે ફર્ટિલિટી સારવાર વધુ અસરકારક અને પ્રાપ્તસાધ્ય બને. ગાંધીનગરમાં આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાતમાં પ્રજનન સંભાળની વધતી માંગનું પ્રતિબિંબ છે. અમે ખુશી અનુભવી રહ્યા છીએ કે હવે ઘણા દંપતીઓ માટે વર્લ્ડ-ક્લાસ સેવાઓ ઘર નજીક ઉપલબ્ધ થશે.”

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા. અમદાવાદ,