ગાંધીધામમાંથી અંગ્રેજી શરાબના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામમાંથી અંગ્રેજી શરાબના જથ્થા સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે પગપાળા આવી રહેલ યુવાનની તપાસ કરવામાં આવતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે પકડાયેલ ઈશમ પાસે રહેલી બેગમાંથી  રોયલ ચેલેન્જ 350 એમ.એલ.ની સાત બોટલ કિંમત રૂા. 9100નો દારૂ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.