“ભુજ મધ્યે ભવ્ય સંસ્કૃત યાત્રાનું આયોજન….”


“ભુજ મધ્યે ભવ્ય સંસ્કૃત યાત્રાનું આયોજન….”
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ,ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ , કચ્છ દ્વારા આયોજિત
આજની આ સંસ્કૃત ગૌરવ યાત્રાના આ પ્રસંગે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે સવારે 9:00
કલાકે મહાનુભાવોના હસ્તે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ
યાત્રામાં ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય નગરજનો મળીને ૨૫૦૦ થી વધારે
લોકો જોડાયા હતા.
“વેશભૂષા સાથેની કૃતિઓએ આકર્ષણ જમાવ્યું….”
આજની આ ગૌરવ યાત્રામાં ભુજ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કચ્છ
યુનિવર્સિટી તેમજ ભાષા ભવન, કોલેજો દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન સંસ્કૃત સાહિત્યને વાચા
આપતી વિવિધ સંસ્કૃત કૃતિઓ, સંસ્કૃત ગરબા, સંસ્કૃત ગીત, સંસ્કૃત પાત્રોની વેશભૂષા, સંસ્કૃત
ટેબ્લો વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એમ.એસ.વી. હાઇસ્કૂલ માધાપર દ્વારા સંસ્કૃત
ગાનની પ્રસ્તુતિ અભિનય તેમજ નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. વી. ડી. હાઇસ્કૂલ તેમજ
સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર મીરઝાપરના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડની સુંદર પ્રસ્તુતિ
કરવામાં આવી હતી. સંસ્કૃત સાહિત્યનાં પ્રાચીન પાત્રોને વેશભૂષા દ્વારા મઢવાનો સુંદર પ્રયાસ
સ્વામીનારાયણ વિદ્યાલય, અજરામરજી હાઇસ્કૂલ, સ્વામીનારાયણ કન્યા વિદ્યાલય હરીપર અને
આશાપુરા વિદ્યાલય ભુજ દ્વારા કરવામાં આવ્યો હતો.
“વેદ મહાભારત અંગેના ટેબ્લોએ સુંદર વાતાવરણ સર્જ્યું….”
ગૌરવ યાત્રામાં ‘ગુરુકુળ પરંપરા’ દર્શાવતો ટેબ્લો આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ભુજ દ્વારા
તેમજ આધુનિક વિજ્ઞાનમાં સંસ્કૃતનો ઉપયોગ થીમ પર આધારિત ટેબ્લો કચ્છ યુનિવર્સીટીના
સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. માતૃછાયા કન્યા વિદ્યાલય તેમજ ઈન્દ્રાબાઈ ગર્લ્સ
હાઇસ્કૂલ ભુજની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘સંસ્કૃત ગરબા સાથે નૃત્ય’ની રજૂઆત કરવામાં આવી
હતી. ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં વિદ્યાર્થીઓએ ‘તિરંગા’ સાથે દેશભક્તિની ઝાંખી પણ કરાવી હતી.
આ યાત્રામાં ભુજ શહેરની સંસ્કૃત ભારતી સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ હોંશભેર જોડાયા હતા.
હમીરસર તળાવના કાંઠે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ
શાળાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. ‘ગૌરવ યાત્રા’નો સમાપન સમારોહ ધારાસભ્ય શ્રી કેશુભાઈ
પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, મંદિરના ઉપમહંત સદગુરુ પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી,
મુખ્ય કોઠારી પાર્સદ જાદવજી ભગત, ડૉ. સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી, સંસ્કૃત પાઠશાળાના શ્રી
વિભાકરભાઈ અંતાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલા સહીત ટીમ
એજ્યુકેશન કચ્છની ઉપસ્થિતિ વચ્ચે શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. અંજાર
વિભાગના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રારંભિક કાર્યક્રમમાં રાજ્ય સરકારશ્રી દ્વારા થતા
આવા કાર્યક્રમો બદલ ખુશી વ્યક્ત કરી સંસ્કૃત ભાષાને સતત જીવંત રાખવા સૂચન કર્યું હતું.
શ્રી કેશુભાઈ પટેલે ઉપસ્થિત સૌને સંસ્કૃત ભાષાના વિકાસ અર્થે મોટી જનમેદનીને અભિનંદન
આપી જીવનમાં સંસ્કૃત ભાષાને આત્મસાત કરવા જણાવ્યું હતું. પૂજ્ય ઉપ મહંત સ્વામી દ્વારા
આશીર્વચન પાઠવવામાં આવ્યાં હતાં. ગૌરવ યાત્રામાં ભાગ લેનાર તમામ સંસ્થાઓ અને
કૃતિઓને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી પ્રમાણપત્ર આપી
બિરદાવવામાં આવ્યા હતા.
આજના આ કાર્યક્રમમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, અંજાર મત
વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર, જીલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ શ્રી
બકરાણીયા સાહેબ, રજીસ્ટ્રાર શ્રી ગોર સાહેબ, વિવિધ શૈક્ષણિક મંડળના આગેવાનો, બોર્ડ મેમ્બર
અને ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના આચાર્ય શ્રી દિવ્યરાજસિંહ જાડેજા તેમજ તમામ સંઘના હોદ્દેદારો
ઉપસ્થિત રહ્યા હતા. ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ વ્યવસ્થામાં સહભાગી બન્યા હતા. તમામ
વિદ્યાર્થીઓને અલ્પાહારની વ્યવસ્થા સ્વામીનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું
સંસ્કૃત ભાષામાં સુંદર સંચાલન પ્રાથમિક શિક્ષક શ્રી અમિતભાઈ ગોર દ્વારા તેમજ અભારવિધિ
શ્રી ઘનશ્યામભાઈ નાકર (સંસ્કૃત બોર્ડ જિલ્લા નોડલ), વર્ગ ૨ આચાર્યશ્રીઓ, કચેરીની સમગ્ર
ટીમ સહભાગી બની હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંકલન અને આયોજન જિલ્લા
શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારનાં નેજા હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.