જયુબેલી ગ્રાઉન્ડ પાસે વર્ષો જુની ડ્રેનેજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા મરમતની કામગીરી હાથ ધરેલ.


ભુજ શહેરના જયુબેલી ગ્રાઉન્ડ પાસેના વિસ્તારો જેવા કે, બેન્કર્સ કોલોની, ભાનુશાળી નગર, જયુબેલી ગ્રાઉન્ડની અંદર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવર કલોની અવારનવાર સમસ્યા સર્જાયેલ. જેના નિરાકરણ અર્થે સ્ટેશન રોડ થી ભાનુશાળી નગર વાળી ડ્રેનેજની મુખ્ય લાઈન ક્લીનીંગની કામગીરી કરવામાં આવેલ, જે કામગીરી દરમ્યાન રાધવ ફર્નીચરથી રોડ કોસ કરીને જયુબેલી ગ્રાઉન્ડ તરફ જતા રસ્તા પર ડ્રેનેજ લાઈનમાં બ્લોકેજ સર્જાતા તાત્કાલિક ધોરણે ખોદાણ કરી નવા ડ્રેનેજ પાઈપ પાથરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ ખોદાણ દરમ્યાન ચારેક જગ્યાએ રોડની નીચે ભુવા પડેલ જોવા મળેલ હાલ જ્યાં ડ્રેનેજ મરમ્મતની કામગીરી કરવામાં આવેલ છે જે ભૂકંપ બાદ વર્ષ ૨૦૦૨-૦૩ દરમ્યાન ડ્રેનેજ લાઈન પાથરવામાં આવેલ હતી. અને તે ડ્રેનેજ લાઈન ખુબ જ જૂની થઇ ગયેલ હતી જેથી ત્યાં ડ્રેનેજ લાઈન પાથરવાની તાત્કાલિક જરૂરિયાત હોતા લાઈન મરમ્મતની કામગીરી યુદ્ધના ધોરણે અંદાજીત ૬૦ મીટર જેટલી રોડ કોસ કરીને ડ્રેનેજ લાઈન પાથરવામાં આવેલ