અંજારના વરસામેડીની સોસાયટીમાંથી 25 હજારની રોકડ સાથે આઠ ખેલીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

અંજારના વરસામેડીની સોસાયટીમાંથી 25 હજારની રોકડ સાથે પોલીસે આઠ ખેલીઓને દબોચી લીધા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં આવીલ વરસામેડીની ક્રિષ્ના-બે સોસાયટીમાં ગત મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં, પોલીસે આ સોસાયટીમાંથી રૂપિયાની રમત કરતાં આઠ ખેલીઓને રોકડ રૂા. 25,600  સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.