રાપરના રવ ગામમાં મહિલા સાથે ઝપાઝપી, મારામારી કરી છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image

રાપર ખાતે આવેલ રવ ગામમાં બળતણ લેવા ગયેલી મહિલા સાથે ઝપાઝપી, મારામારી કરી છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે મામલે સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા. 3/8ના બપોરના અરસામાં રાપર તાલુકાનાં રવ ગામમાં રહેનાર એક મહિલા પોતાના દીકરા સાથે ગામના સીમ વિસ્તારમાં બળતણ લેવા ગયેલ હતા તે સમયે આરોપી ઈશમે ત્યાં આવી અને અહીં બળતણ લેવા કેમ આવ્યા છો તેમ કહી બોલાચાલી કરી ગાળાગાળી કર્યા બાદ મહિલા સાથે ઝપાઝપી કરી, મારામારી કરી મહિલાની છેડતી કરી હતી.આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.