મોરબી રવાપર રસ્તા પર જાહેરમાં તાજેતરમાં ચાલુ થયેલ વર્લ્ડકપમાં શ્રીલંકા તથા અફ્ધાનિસ્તાન ટિમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર રનફેર તથા હારજીતનો જુગાર રમતાં શખ્સો કૃણાલ અશોકભાઇ ઠક્કર રહે, મોરબી રવાપર રોડ બોની પાર્ક, શ્રી હરી ટાવર,ફ્લેટ નં.૭૦૩ તાં.જી.મોરબી તથા હરેશભાઈ ગોરધનભાઈ વડગાસિયા રહે, રાજપર તાં.જી.મોરબી વાળાને રોકડા રૂ.૨૩,૭૫૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૩૩,૭૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી તેમજ હાજર નહીં મળેલ શખ્સ માલદે આહીર રહે.મોરબી તથા જાવેદ ઘાંચી રહે. મોરબી વાળાઓનું નામ ખૂલતાં કુલ-૪ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.