ભુજ તાલુકા પંચાયતમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિનનું ધ્વજવંદન


૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમીતે ભુજ તાલુકા પંચાયત કચેરી મધ્યે ભુજ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રતિલાલ રાઠોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં તાલુકા વિકાસ અધિકારી સંજય જી ઉપલાણા, વિસ્તરણ અધિકારી માવજીભાઈ પરમાર, ભચુભાઈ મહેશ્વરી, કૌશિકાબેન મજેઠીયા, નિવૃત્ત ટીડીઓ હુસેનભાઇ ભટ્ટી અને દામજી મતીયા, સચિન પંડ્યા , વિનોદ ભાનુશાલી, અરજણભાઇ ઝરું હાજર રહ્યા હતા.
ભુજ પ્રાથમિક શાળા નંબર ૧૦ નાં વિધાર્થીઓએ ધ્વજવંદન માં ઉત્સાહભેર ભાગ લીધેલો જેમને ઉપપ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન દ્વારા શૈક્ષણિક કીટ અને અલ્પાહાર પૂરો પાડવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આચાર્યશ્રી ભુજ શાળા નંબર ૧૦ નાં યોગેશભાઈ જરદોસ અને હિતેન્દ્ર રાવલ દ્વારા કરાયેલ. કાર્યક્રમનું સંચાલન નીતાબેન જોશી દ્વારા અને આભાર વિધી હેતલબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલ.