લખપતના પાનધ્રોમાં ચાર ખેલીઓની અટક

copy image

લખપત ખાતે આવેલ પાનધ્રોમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પાનધ્રોના દલિતવાસમાં જાહેરમાં અમુક શખ્સો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે તમામ આરોપી ઈસમોને પકડી પાડયા હતા. પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂ; 6100 કબ્જે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.