ભુજની જૂની રાવલવાડીમાં 18 વર્ષીય યુવાને જીવનલીલા સંકેલી

suicide

copy image

suicide
copy image

અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે, ભુજમાં જૂની રાવલવાડીમાં રહેતા 18 વર્ષીય યુવાને કરી આત્મહત્યા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જૂની રાવલવાડીમાં રહેતા 18 વર્ષીય દીપક માતંગ ગત તા; 18/8ના પોતાના ઘરે હાજર હતા. ત્યારે રાતના ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.