ટંકારાના લજાઈ ગામે છ શંકુનીઓ જુગાર રમતા ઝડપાયા

મોરબી જીલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવા માટે એલસીબી ટીમ કાર્યરત છે જેમાં વિવિધ સ્થળે દરોડા કાર્યવાહી ચાલી રહી છે જેમાં ટંકારાના લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પકડી પાડીને રોકડ રકમ કબ્જે કરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ ગામે બેનાલા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા જયસુખ ઉર્ફે બુધાભાઈ ભીમજીભાઈ સોલંકી, રહે લજાઈ, અમરશીભાઈ સોમજીભાઇ પંજવાણી રહે લજાઈ ખોજાખાના શેરી, આશિષ કાન્તીભાઈ વિઠલાપરા રહે લજાઈ બસ સ્ટેન્ડ, અશોકભાઈ પ્રાગજીભાઈ ચાવડા રહે લજાઈ બેનાલા પાસે, પરશોતમ જેરામભાઈ પરમાર રહે લજાઈ ઉગમણા જાપા પાસે અને અશોક કાન્તિલાલ વિઠલાપરા રહે લજાઈ વાળાને પકડી પાડીને ૬,૨૯૦ ની રોકડ રકમ કબ્જે કરી ધોરણસરની તજવીજ  હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *