ઉનાના વાંસોજમાં સ્ટેટ મોનેટેરીક સેલ ત્રાટકયુ : ૧૪૦ બોટલ ઇંગ્લીશ શરાબ પકડાયો

ઉના : વાંસોજ ગામે રહેણાક મકાનમાં રાખેલ ૧૪૦ ઇંગ્લીશ શરાબની બોટલ સાથે એક શખ્સને સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગર પોલીસે ઝડપી પાડયા હતા. ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ મયુરસિંહ મેપાભાઇ તથા સ્ટાફે બાતમીના આધારે ઉના તાલુકાના વાંસોજ ગામે જયસુખગીરી કાનગીરી ગોસ્વમી રે-વાંસોજ વાળાના ઘરમા તલાશી કરતા પ્લાસ્ટીકના બાચકામાં પરપ્રાંતની ઇંગ્લીશ શરાબની બોટલ નંગ ૧૪૦ કિંમત રૂ.૭,૦૦૦ ની મળી આવતા ઝડપી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. આ શરાબનો જથ્થો એક અજાણ્યો વ્યકિત આપી ગયાનું જણાવતા તે કોણ હતો તેની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *