જિલ્લા ભાજપ દવારા ભુજ અને અંજાર ખાતે શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગ

કચ્છ જિલ્લા ભાજપ દવારા પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ બીજા દોર ના પ્રશિક્ષણ વર્ગો નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભુજ અને અંજાર વિધાનસભા માં આવેલા શક્તિકેન્દ્રો ના સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું.ભુજ વિધાનસભા ના વર્ગ નું યક્ષ મંદિર માધાપર ખાતે જયારે અંજાર વિધાનસભા નું વર્ગ પલણ વાળી અંજાર ખાતે યોજાયું હતું.
ભુજ ખાતે ના વર્ગ માં કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે શક્તિકેન્દ્ર ના સંયોજકો એ પાર્ટી ના પાયા ના કાર્યકરો છે જે પાર્ટી ના નાના કાર્યકરો, આમ જનતા અને સરકાર,પાર્ટી ના આગેવાનો વચ્ચે મજબૂત કડી છે. કોઈ પણ આયોજન ના પાયા માં શક્તિકેન્દ્ર ના સંયોજકો ની ભૂમિકા રહેલી હોય છે.અને આવા વર્ગો દવારા સંયોજકો ને વધુ અસરકારક રીતે કાર્ય કરવા તેમજ તેમની પાર્ટીમાં ભૂમિકા અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
ભુજ ખાતે ના વર્ગમાં જિલ્લા ભાજપ ના આગેવાનો વક્તાઓમાં સુરેશભાઈ સંઘારે શક્તિકેન્દ્ર સંરચના, સંકલ્પના તથા ભૂમિકા અને બુથ લેવલે કરવાનાં કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા,રાહુલભાઈ ગોરે ચૂંટણીમાં સંયોજકો ની ભૂમિકા વિશે વિસ્તાર માં જણાવ્યું હતું,મોમાયાભાઈ ગઢવી એ ભાજપના ઇતિહાસ તેમજ વિકાસ ની ગાથા વર્ણવી ભાજપ એક પરિવાર અને ભાજપ માં અનુશાસન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.સોશ્યલ મીડિયા ના વરુણભાઈ ઠકકરે સરલ એપ, નમો એપ વિશે સમજણ આપી આજના યુગ પ્રમાણે સોશિયલ મીડિયા નો વધુમાં વધુ સકારાત્મક ઉપયોગ કરી પાર્ટી અને લોકોપયોગી કાર્યો કરવા જણાવ્યું હતું, બાલકૃષ્ણ ભાઈ મોતા એ ચર્ચા સત્ર માં વક્તા તરીકે રહ્યા હતા.
વિવિધ વિષયોના માર્ગદર્શન બાદ અંતમાં સમાપન સત્ર માં માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેએ સંયોજકો સાથે પ્રશ્નોતરી, સમાધાન તેમજ સમાપન માર્ગદર્શન આપ્યું હતું.શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ ટીમના વાલજીભાઇ ટાપરીયા સત્ર અધ્યક્ષ તરીકે શહેર ભાજપના અધ્યક્ષ મિતભાઈ ઠકકર, તાલુકા ભાજપ અધ્યક્ષ ભીમજીભાઈ જોધાણી તેમજ સત્ર સંચાલક તરીકે મહામંત્રીઓ રિતેનભાઈ ગોર,અશોકભાઈ બરાડીયા, દિનેશભાઇ ઠકકર રહ્યા હતા.
તેવી જ રીતે અંજાર ખાતેના વર્ગમાં વક્તા તરીકે સુરેશભાઈ સંઘાર, હિતેષભાઇ ખંડોર,મોમાયાભાઈ ગઢવી, સોશિયલ મીડિયા ના જીતેનભાઈ ઠકકર, ચર્ચા સત્ર માં રિતેનભાઈ ગોર રહ્યા હતા.
પ્રશ્નોત્તરી અને સમાધાન સંબોધનમાં ગાંધીધામ ના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સત્ર ના અધ્યક્ષ તરીકે અંજાર શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ આહીર રહ્યા હતા,સત્ર સંચાલક તરીકે મહામંત્રીશ્રીઓ કાનજીભાઈ આહીર,રૂપાભાઈ રબારી, ક્રિપાલસિંહ રાણા,અશ્વિનભાઇ સોરઠીયા રહ્યા હતા.
આ સત્ર માં વિશેષ માર્ગદર્શન આપવા જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય તેમજ જિલ્લા સંગઠન ના વસંતભાઈ કોડરાણી, શક્તિકેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ ટીમના હેમંતભાઈ શાહ, પ્રણવભાઈ જોષી,રવિભાઈ ગામી સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવ્યું હતું.