ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર વરલી મટકાનો આંક ફરકનો આંકડાનો જુગારનો કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન શ્યામભાઇ ગઢવી તથા ભરતભાઇ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અનવર કાસમ મણકા રહે.
ભુજ વાળો માર્કેટ યાર્ડના ગેટની સામેના ભાગે રોડ ઉપર જાહેરમાં પબ્લીકના માણસો પાસેથી રૂપિયા લઇ આંક ફરકનો આકડાનો વરલી મટકાનો જુગાર રમી રમાડે છે અને તેની હાલે આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુમાં છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકિકત મળેલ હોય જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપર મુજબના ઇસમને ગેરકાયદેસર રીતે વરલી મટકાનો આંક ફરકનો આંકડાનો રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રમાડતા ઉપરની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.