ભુજ શહેર, પધ્ધર, માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાની માહિતી અંગે મીટીંગનું આયોજન કરતી SOG

વર્ષ ૨૦૦૧માં આવેલ વિનાશક ભુંકપ બાદ કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારની નવી યોજનાઓની અમલવારી કરવામાં આવેલ જેના કારણે કચ્છ જિલ્લામાં આધોગિક તથા પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયેલ છે. આધોગિક અને પ્રવાસન ક્ષેત્રે થયેલ વિકાસના કારણે રોજગારીનું પ્રમાણ વધવા પામેલ છે. જેથી દેશભરના વિવિધ રાજયોમાંથી પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે કચ્છ જિલ્લામાં વસવાટ કરતાં થયા છે. તેમજ પ્રવાસન ક્ષેત્રે થયેલ વિકાસને કારણે વિદેશી નાગરિકોની પણ અવરજવર વધવા પામેલ છે. જે કારણોસર જિલ્લામાં શરીરસંબંધી તથા મિલ્કતસંબંધી ગુનાઓનું પ્રમાણ પણ વધવા પામેલ છે.

કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય અને દરિયાઇ અને જમીની રીતે પાકિસ્તાન સાથે જોડાયેલ હોય, જેથી દેશની આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. જેથી ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સુરક્ષા સંબંધી સુચનાઓ આપવામાં આવે છે. જેથી ઉપરોક્ત વિગતે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ભુજ શહેર, પધ્ધર, માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટહાઉસ, રિસોર્ટ, મુસાફરખાના, ધર્મશાળા, હોમસ્ટે તથા આંગડીયા પેઢીના સંચાલકો તથા માલિકો સાથે આજરોજ તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવેલ. તેમજ વિવિધ પ્રદેશોના આરોપીઓની ગુનાની મોડસ ઓપરેન્ડીથી અવગત કરવામાં આવેલ તેમજ રોકાણ માટે આવતા મુસાફરોની મહેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને કલેકટર સાહેબ દ્વારા સમયાંતરે પ્રસિધ્ધ થતાં જાહેરનામાં

મુજબ જરૂરી અમલવારી કરવી. તેમજ દરેક મુસાફરોના ઓળખપત્રો મેળવી જરૂરી ખરાઇ કરી પથિક સોફટવેરમાં જરૂરી નોંધ કરવા સમજ કરવામાં આવેલ. તેમજ હોટલમાં સારી ગુણવતા વાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને જરૂરી ડેટા સ્ટોર કરવા અને યોગ્ય મેનેજમેન્ટ કરવા સમજ કરવામાં આવેલ. શંકાસ્પદ મુસાફરો આવ્યેથી તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. કચેરી ભુજ ખાતે જાણ કરવા સમજ કરવામાં આવેલ. તેમજ આંગડીયા પેઢીના સંચાલકોને શંકાસ્પદ ટ્રાન્ઝેકશન બાબતે જાણ કરવા તથા સી.સી.ટી.વી કેમેરા લગાવવા તથા રોકડ રકમ રાખવા માટે તથા લેતી-દેતી વખતે વધુ સાવધાની રાખવા. રૂપિયા લેનાર તથા આપનારના જરૂરી આધાર-પુરાવા મેળવવા તથા રૂપિયા આપ્યા તથા લિધા અંગેના જરૂરી રેકર્ડ રાખવા તેમજ પોતાની આંગડીયા પેઢીની આસપાસ રેકી કરતાં કે શંકાસ્પદ ઇસમો જણાય તો તે અંગે જાણ કરવા સમજ કરવામાં આવેલ.