ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃતીઓને નેસ્ત નાબુત્કરવા “SAY NO TO DRUGS ” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલીંગ ક૨વા જણાવેલ હોય દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ખોડીયારનગર ઝુપડા, ગાંધીધામ મધ્યે પંચો સાથે રેઈડ કરતા નિચે જણાવેલ ઈસમને માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડી તેના કબ્જામાં રહેલ માદક પદાર્થ એફ.એસ.એલ. અધિકારીશ્રી મારફતે પરીક્ષણ કરાવી તપાસ ક૨તા આ મળી આવેલ માદક પદાર્થ ગાંજો હોય જે માદક પદાર્થ ગાંજાનું વજન-૫.૨૦૩ કિલોગ્રામ હોય જે પંચો રૂબરૂ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ” The Narcotics Drugs And Psychotropic Substances Act ” હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ๒.
:: પકડાયેલ આરોપીઓ ::
(૧) ઈરફાન જુમાભાઈ રાયમા ઉ.વ.૨૧ રહે.ઓધવરામ પ્રોવિઝન સ્ટોર તથા મોહનભાઈ ભાનુશાળીના ભંગારના વાડાની વચ્ચે જતી ગલીમાં ખોડીયારનગર ઝુપડા ગાંધીધામ
:: હાજર ન મળી આવેલ આરોપી ::
(૧) મુકેશ પિન્ટૂ યાદવ રહે.શાંતીધામ વર્ષામેડી સીમ તા.અંજાર તથા તપાસમાં નિકળે તે
:: ગુના રજીસ્ટર નંબ૨ ::
(૧) ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-બી ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૬૨૫૧૨૫૦/૨૦૨૫ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત ::
(૧) માદક પદાર્થ ગાંજો જેનું કુલ્લ વજન-૫.૨૦૩ કિલોગ્રામ. કિ.રૂ.૫૨,030/-
(૨) ખાલી ઝભલા નંગ-૧૩ અને તેની અંદર રહેલ પ્લાસ્ટીકની ઝીપવાળી થેલીઓ (પાઉચ) નંગ-૧૪૬ કિ.રૂ.00/00
(3) પ્લાસ્ટીકના પેકીંગ વાળા ઝભલા નંગ-૦૮ જેની કિ.રૂ.00/00
(૪) એપલ કંપનીનો આઈફોન-૧૪ મોબાઈલ ફોન-૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/-
કિ.રૂ. ૯૨,030/-
ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એચ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા ક૨વામા આવેલ છે.