ભુજનાં નાગોર રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

acc

copy image

copy image

ભુજ તાલુકાનાં નાગોર રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગોઝારા બનાવમાં માધાપરના જલારામનગરમાં રહેનાર ચતુર ભેરાલાલ રમઈયા નામના યુવાને જીવ ગુમાવ્યો હતો. હતભાગી નાગોર રોડ પર હતો તે સમયે ટ્રક સાથે અકસ્માત સર્જાતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.