માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં ફટાકડા વેચાણનો પરવાનો મેળવવા ઈચ્છતા અરજદારોએ સંબંધિત મામલતદારશ્રીની કચેરીએ અરજી કરવાની રહેશે
પરવાનો મેળવવા સાધનિક પુરાવા સાથે ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં અરજી કરવી
દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે મુન્દ્રા અને માંડવી સબ ડિવિઝનલ વિસ્તારમાં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ કચેરી કામકાજના સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય ) નિયત નમૂનાનું અરજી ફોર્મ AE-5 મામલતદાર કચેરીએથી મેળવી જરૂરી વિગતો સાથે સબંધિત મામલતદાર કચેરીમાં મોડામાં મોડા તા.૦૧-૧૦-૨૦૨૫ સુધીમાં રૂબરૂમાં રજૂ કરવાનું રહેશે
નિયત નમૂનાનું અરજી ફોર્મ જરૂરી વિગતો સાથે ભરીને ચાર નકલ સાથે સબંધિત તાલુકાના જનસેવા કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે. હંગામી ફટાકડા પરવાનાની ફી પેટે રૂ.૯૦૦/-“૦૦૭૦ અન્ય વહીવટી સેવાઓ” સદરે જમા કરાવી અસલ ચલણ રજૂ કરવાનું રહેશે. જગ્યાની માલિકીના આધાર અને જો જગ્યા ભાડાની હોય તો ભાડા ચીઠ્ઠી સામેલ કરવી. માગણીવાળી જગ્યાનો બ્લ્યૂ પ્રિન્ટ નકશો પ્લાન જેમાં દુકાનનું ક્ષેત્રફળ, સ્ટોરેજ કેપેસિટી, એપ્રોચ રોડ, ચારેબાજુના સ્થળની સ્થિતિ અને વીજળીનું ફીટીંગ વગેરે બાબતો દર્શાવવાની રહેશે
અરજદારશ્રીના અરજી ફોર્મની પ્રથમ નકલ પર કોર્ટ ફી સ્ટેમ્પ તથા અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. હંગામી ફટાકડા પરવાનો મંજૂર થાય તો રજિ.પો.એ.ડી.થી મોકલી આપવામાં આવશે અથવા કોઈ કારણસર રજિ.એ.ડી.શક્ય ન બને તો અરજદારશ્રીએ તા.૧૫/૧૦/૨૦૨૫ સુધી જાતે જ મેળવી લેવાનો રહેશે. નિયત સમયમર્યાદા વટાવી ગઈ હોય એવી તથા અધુરી વિગતવાળી અરજી ઉપર કોઇ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમજ તેઓ પરવાનો મેળવવા હક્કદાર ગણાશે નહીં તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી મુન્દ્રા દ્વારા જણાવાયું છે