માતાજીના પદયાત્રિકો માટે સેવા કેમ્પો કરતા આયોજકોના સન્માન

નવરાત્રી એટલે માતાજી ની આરાધના નો તહેવાર. જેમાં કચ્છ ધનિયાણી માં આશાપુરા ના દર્શન માટે માતાના મઢ જવા દૂર દૂર થી પદયાત્રિકો ની ભીડ લાગે છે, સામખીયારી થી માતાનામઢ ના રસ્તાઓ જય માતાજીના નાદ થી ગુંજી ઉઠે છે અને એ પદયાત્રિકોને માતાજી એ પહોંચવામાં કોઈ તકલીફ ના થાય એ માટે માતાજી ના ભક્તો અને દાતાઓ દવારા ઠેર ઠેર સેવા કેમ્પો કરી પદયાત્રિ ભક્તો ની સેવા કરવામાં આવે છે. આવા વિશાળ અને ઉમદા કાર્ય કરતા નાના મોટા તમામ સામખીયારી થી માતાનામઢ સુધીના તમામ કેમ્પો ના આયોજકો નું સન્માન કરવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટી દવારા જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
સામખીયારી થી કરી માતાનામઢ સુધીના લગભગ 500 થી વધારે સેવા કેમ્પો માં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકરો જઈ તેમનું માતાજી ની ચૂંદડી અને મોમેન્ટો દવારા સન્માન કરવામાં આવશે. આ કાર્ય ની આજ થી શરૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આ અંગે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નાના મોટા તમામ લોકો ને સાથે રાખીને ચાલતી પાર્ટી છે ત્યારે નવરાત્રી માં માતાજી ના દર્શન માટે પગે ચાલીને જતા લોકો ખરેખર વંદન ને પાત્ર છે અને તેવા લોકો ને માતાનામઢ પહોંચવામાં કોઈ પણ જાત ની તકલીફ ના પડે તે માટે સેવા કેમ્પો કરતા આયોજકો કાર્યકરો દવારા ચા નાસ્તો, જમવા સહિત મેડિકલ ની સેવા આપવામાં આવતી હોય છે તો આવી સેવા આપતા સેવા કેમ્પો ના આયોજકો પણ અભિનંદન ને પાત્ર છે તેથી અમને એવો વિચાર આવ્યો કે આવા ઉમદા કાર્ય કરી સેવા કરતા આયોજકો નો સન્માન કરવું જોઈએ અને આ વિચાર નો અમલ કરી સામખીયારી થી લઇ માતાનામઢ સુધી સેવા કેમ્પો માં ભાજપના આગેવાનો અને કાર્યકરો જઈ આયોજકો ના સન્માન કરે તે પ્રકારનું આયોજન ઘડી કાઢવામાં આવ્યુ અને આજથી આ સન્માન કાર્યની શરૂઆત કરવામાં આવી છે જે તબક્કાવાર આગળ વધારવામાં આવશે.
સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું કે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ ને આવો સુંદર વિચાર આવ્યો અને આગેવાનો કાર્યકરો એ તેમના આ વિચાર ને વધાવી લઇ એક ખુબ ઉદાહરણીય કાર્ય કર્યું હોવાનું જણાવી દેવજીભાઈ ને અભિનંદન પાઠવ્યા હતા.
આગેવાનો દવારા આજે વિવિધ કેમ્પો માં જઈ તેમના આયોજકો ને અભિનંદન પાઠવી તેમનું સન્માન કરવામાંઆવ્યું હતું.
આજના સેવા કેમ્પો ના આયોજકોના સન્માન માં જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ,જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, આગેવાન અરજણભાઈ રબારી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર,પચાણભાઈ સંજોટ, વિકાસભાઈ રાજગોર, વિજુબેન રબારી, ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠકકર, તાલુકા ભાજપના ભીમજીભાઈ જોધાણી, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ ઠક્કર, અંજાર શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ આહીર સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.આ સમગ્ર આયોજન ના ઇન્ચાર્જ તરીકે પ્રફુલસિંહ જાડેજા તેમજ સહ ઇન્ચાર્જ ઉમિયાશંકર જોષી, રાજેન્દ્રસિંહ જાડેજા(પપ્પુભાઈ), દિલીપભાઈ નરશીંગાણી, સુરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઈ પંડ્યા જવાબદારી સાંભળતા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.