માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના જન્મદિવસ નિમિત્તે ભુજ ખાતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા “સાંસદ સ્વદેશી મેલા” ને સૌ કચ્છીજનો માટે ખુલ્લું મુકાયું


“સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ” – આ એક ખૂબ જ શક્તિશાળી અને પ્રેરણાદાયક વિચાર છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ વધારવાનો અને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે.
જ્યારે આપણે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદીએ છીએ, ત્યારે આપણા દેશના ઉદ્યોગો અને નાના વેપારીઓને સીધો ફાયદો થાય છે. આનાથી રોજગારીની તકો વધે છે અને દેશનું અર્થતંત્ર મજબૂત બને છે. સ્વદેશી અપનાવવાથી ભારતના નાના ઉદ્યોગો, હસ્તકલાકારો અને કારીગરોને તેમના ઉત્પાદનો વેચવાની તક મળે છે. આનાથી તેમની કળા અને પરંપરા જળવાઈ રહે છે અને તેમને આર્થિક રીતે સધ્ધર થવામાં મદદ મળે છે. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણા દેશ અને તેની સંસ્કૃતિ પ્રત્યે આદર દર્શાવે છે. આનાથી આપણને રાષ્ટ્રીય ગૌરવની લાગણી થાય છે અને આપણે એક રાષ્ટ્ર તરીકે એક થઈને આગળ વધી શકીએ છીએ. આપણે જેટલી વધારે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું, તેટલી જ વિદેશી વસ્તુઓની આયાત ઓછી થશે. આનાથી દેશ આર્થિક રીતે વધુ સ્વતંત્ર બને છે. દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ ના સંદેશને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે તથા નવરાત્રી અને દિવાળી તહેવારને અનુલક્ષીને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ હાટ ખાતે “સાંસદ સ્વદેશી મેલા” ને સૌ કચ્છીજનો માટે ખુલ્લું મુકવામાં આવયું. જેમાં કચ્છની જનતા સ્વદેશી બનાવટની ઘર સજાવટની સામગ્રી, ખાદી તેમજ હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુઓની પ્રદર્શની નિહાળી શકશે તથા તેની ખરીદી કરી શકશે.
આ પ્રસંગે સાસંદ શ્રી વિનોદ ચાવડા એ જણાવ્યું કે ‘સ્વદેશી અપનાવવું એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે એક એવી જીવનશૈલી છે જે દરેક ભારતીયને દેશના વિકાસમાં સીધો ભાગ લેવાની તક આપે છે. જો આપણે સૌ સાથે મળીને આ દિશામાં કામ કરીએ, તો ચોક્કસપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઇ વરચંદ, ભુજ શ્રી ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંગદાન પ્રેણતા શ્રી દિલીપભાઇ દેશમુખ, જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શીતલભાઇ શાહ, ભુજ ન.પા પ્રમુખ રશ્મિબેન સોલંકી, સર્વ શ્રી જયંતભાઈ માધાપરિયા, નવીનભાઈ વ્યાસ, મિતભાઈ ઠક્કર, રાહુલભાઈ ગોર, વિકાસભાઈ ગોર, દિલીપભાઇ ત્રિવેદી, ગાભુભાઈ વણકર, અશોકભાઇ હાથી, પ્રકાશભાઈ મહેશ્વરી, ભરતભાઇ બડગા, પ્રેમજીભાઈ મંગેરિયા, તેજપાલ લોંચા, રવિભાઈ ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઇ ગોસ્વામી, મોહનભાઈ ચાવડા, વસંતભાઈ વાઘેલા, નિલેશભાઇ દાફડા, દિપકભાઈ ડાંગર, નિલયભાઈ ગોસ્વામી, સાવિત્રીબેન ઝાટ, મનીષાબેન સોલંકી, વીજુબેન રબારી, હેમાબેન ગુંસાઈ, કંચનબેન વરસાણી, પલ્લવીબેન ગુંસાઈ, હસ્મિતાબેન ગોર, હેતલબેન મહેતા, બિંદીબેન ભાટ્ટી ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે રિતેનભાઈ ગોર, વિશાલભાઈ ઠક્કર, મયૂરસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી, હિરેનભાઈ રાઠોડ, વિશાલભાઈ માહેશ્વરી, શક્તિસિંહ ઝાલા, નિલેશભાઈ દાફડા, વિરમભાઇ આહીર, જયંતભાઈ ઠક્કર ઉપસ્થિત રહી તે અંગે ની જરૂરી વ્યવસ્થાઓ સંભાડી હતી.