કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી

કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ નખત્રાણા તાલુકાના વિરાણી-૫ આંગણવાડી કેન્દ્રની
સરહાનીય કામગીરીથી એક કુપોષિત બાળકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર વિરાણી-૫ માં નોંધાયેલ બાળક કૃષ્ણ દિનેશ વણકર(જન્મ તારીખ : ૦૮-૦૯-૨૩)નું જન્મ
સમયે વજન ૨.૮૩૦ કિલો અને લંબાઈ ૫૮ હતી. .આંગણવાડી કાર્યકર બહેન દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી બાળકને CMTC
ખાતે લઇ જવા સમજાવેલ. માત્ર ૭.૧૨૦ કિલો અને લંબાઈ ૭૫ સેમી ધરાવતા કૃષ્ણને તારીખ ૧૮-૧૧-૨૪ ના રોજ CMTC ખાતે રીફર કરેલ.
CMTC ખાતે બાળકને ઉપરી આહાર ખવડાવાની શરૂઆત કરવામા આવી.
CMTC માથી આવ્યા બાદ જ્યારે આંગણવાડી કાર્યકર બહેન દ્વારા ગ્રુહ મુલાકાત લેવામા આવી ત્યારે કાર્યકર બહેન દ્વારા બાળકની માતાને
બાળકને બાલશક્તિ ખવડાવવા જણાવેલ ત્યારથી આ બાળકે બાલશક્તિ ખાવાનુ ચાલુ કરેલ છે હવે જ્યારે એમની પાસે બાલશક્તિના પેકેટ ખુટે તો
સામેથી આવીને કેંદ્ર પરથી લઇ જાય છે. કૃષ્ણનુ વજન બાલશક્તિના કારણે તથા CMTCમા ગયા એના કારણે વધેલ છે
હાલ આ બાળક MAM કેટેગરીમા આવે છે.આ બાળકને ૧૨ અઠવાડિયા સુધી C –MAM પ્રોટોકોલમા રાખવામા આવ્યુ હતું.ત્યાર બાદ હાલ
આ બાળકનુ વજ્ન ૮ કિલો ૮૦૦ ગ્રામ છે અને ઉંચાઇ ૮૩ સેમી છે. જે આપણા પોષણ સંગમ કાર્યક્રમને ખરેખર સફળ બનાવે છે.