માંડવી નગરપાલિકામાં ખાતે રંગોળીના માધ્યમથી સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા પ્રયાસ

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માંડવી નગરપાલિકામાં રંગોળીના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.