ચોરીનો અન ડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા અન ડીટેકટ ચોરીના ગુના શોધી કાઢવા સુચન કરેલ જે અનુંશંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ તથા પોલીસ ઇન્સપેકટશ્રી વી.બી પટેલ ખાવડા પોલીસ સ્ટેશનઓના માર્ગદર્શન હેઠળ.
આજરોજ ખાવડા પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં.૨૯૪/૨૫ બી.એન.એસ ક.૩૦૩, (૨), મુજબના ગુના કામેનો ચોરાયેલ મુદામાલ અમુક ઇસમો ભુજ તરફ વેચવા જવાના હોવાની પો.કોન્સ રધુવીરસિંહ આઇ જાડેજા નાઓની હકીકત આધારે લુડીયા ત્રણ રસ્તા વોચમાં હતા તે દરમ્યાન ખાવડા તરફથી શંકાસ્પદ બોલેરો પીકપ ગાડી આવતી હોય જે ઉભી રખાવી ગાડીની પાછળના ભાગે ચોરાયેલ કોપરના અથિંગ રોડ તથા કોપરની પટીઓ તથા એલ્યુમિનીયમની પ્લેટો પડેલ હોય જેથી લુડીયા ત્રણ રસ્તા ખાતે વર્ક આઉટ કરી પીકપ ગાડીમાંથી ત્રણ આરોપીઓ તથા મુદામાલ તથા એક બોલેરો પીકપ ગાડી સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ વિગતઃ-
(૧) હસન તાલબ સમા ઉ.વ.૨૦ રહે.કોટડા (ખાવડા) તા.ભુજ
(૨) ઇમરાન નુરમામદ સમા ઉ.વ.૨૧ રહે.કોટડા (ખાવડા) તા.ભુજ
(૩) ઇરફાન મુસા સામ ઉ.વ.૨૧ રહે.કોટડા (ખાવડા) તા.ભુજ
રીકવર કરાયેલ મુદામાલ:-
(૧) ૧૪ MM અથિંગ રોડ અંદાજીત ૧૦૦ કિલ્લો જેની કિ.રૂ.૫૦૦00/-
(૨) ૨૫ MMકોપરની પટીઓ અંદાજીત ૬૦ કિલ્લો જેની કિ.રૂ.૩૦૦૦૦/-
(૩) એલ્યુમિનીયમની ૬૦ પ્લેટો જેની કિ.રૂ.૨૫૦૦૦/-
કુલ કબ્જે કરેલ મુદામાલ કિમંત રૂ.૧,૦૫,૦૦૦/-
આ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના પો.ઈન્સશ્રી વી.બી પટેલ સાહેબ તથા પો.હેડ.કોન્સ ભરતભાઇ વી ચૌધરી તથા પો.કોન્સ તેજસિંહ એસ રાજપુત તથા પો.કોન્સ દિગવિજયસિંહ જાડેજા તથાપ પો.કોન્સ ના રણસંગ જાલા તથા પો.કોન્સ ધર્મેન્દ્ર પારેખ મુજબના પોલીસ કર્મચારીઓ જાડાયેલ હતા.