નશાકારક દ્રવ્યોના ખરીદ – વેચાણ સાથે સંકળાયેલ ઇસમ વિરૂધ્ધ PIT NDPS એકટ હેઠળ અટકાયત કરતી એસ.ઓ.જી. ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી નશીલા પદાર્થના ખરીદ-વેચાણ તથા હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી ક૨વા તથા ભુતકાળમાં એન.એસ.પી.ડી.ના ગુનાઓમાં જામીન મુકત થયેલ અને ફરીથી નશાકારક દ્રવ્યોનું ખરીદ-વેચાણ કરતા ઇસમ વિરૂધ્ધમાં PIT NDPS એકટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ ઈન્સપેકટર,એસ.ઓ.જી.પૂર્વ કચ્છ ગાંધીધામનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અંતર્ગત એસ.ઓ.જી.પૂર્વ કચ્છ ગાંધીધામની અલગ-અલગ ટીમો બનાવી એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં જામીન મુકત થયેલ અને ફરીથી નશાકારક દ્રવ્યોનું ખરીદ-વેચાણ કરતા ઈસમની માહીતી એકત્રિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ.
જે દરમ્યાન આડેસર પો.સ્ટે.વિસ્તારમાં નશાકારક દ્રવ્યોની ખરીદ વેચાણના ગુનાઓમાં સંડોવાયેલ પ્રભુભાઈ નારણભાઈ કોલી રહે ફુલપરાવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ વાળો આડેસર પોલીસ સ્ટેશન ગુરનં ૧૧૯૯૩૦૦૫૨૪૦૨૮૦/૨૦૨૪ N.D.P.S. એકટની કલમ ૮(બી), ૨૦(એ-૧) મુજબના ગુના કામે જામીન મુકત થઈ ચોરી છુપીથી નશાકારક દ્રવ્યોના ખરીદ વેચાણ પ્રવૃત્તિ કરતા હોવાની જણાઈ આવેલ.
જેથી આરોપી પ્રભુભાઈ નારણભાઈ કોલી રહે ફુલપરાવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ વાળાના વિરૂધ્ધમાં ડેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા અધિનિયમ- ૧૯૮૮ (PIT એકટ) હેઠળ દરખાસ્ત તૈયાર કરી અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી.કાઈમ, ગાંધીનગર તરફ મોકલતા સદરહું આરોપી PIT એક્ટ હેઠળ અટકાયત કરવા મંજુરી મળતા પ્રભુભાઈ નારણભાઈ કોલી ઉવ ૪૨ રહે ફુલપરાવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ વાળાને PIT એકટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એસ.ઓ.જી. તથા પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા આડેસર પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્રારા કરવામાં આવેલ હતી.