ગાંધીધામમાંથી આંકડાનો જુગાર રમતા શખ્સને પોલીસે દબોચ્યો
copy image

ગાંધીધામમાંથી આંકડાનો જુગાર રમતા ઈશમને પોલીસે રંગે હાથ દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના એકતા નગર પેટ્રોલ પંપ નજીક સાંજના સમયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ સ્થળેથી વરલી મટકાનો જુગાર રમતા ગિરીશ નારણ મકવાણા નામના આરોપી ઈશમને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દમાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.