ગાંધીધામમાંથી આંકડાનો જુગાર રમાડતા એક શખ્સની કરાઈ ધરપકડ : એક ફરાર
copy image

ગાંધીધામમાંથી આંકડાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના ગણેશ નગર ચોકમાં અમુક ઈશમો આંકડાનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આંકડાનો જુગાર રમાડતા કાલુરામ ખીમાજી ગર્ગને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.