કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરાઈ

copy image

copy image

નવા વર્ષમાં ગિરનારની લીલી પરિક્રમાનું અતિ મહત્વ રહેલ છે પણ હાલમાં કમોસમી માવઠાના કારણે પરિક્રમા પથ બિસ્માર બની ચૂક્યો છે. સાથોસાથ કાદવ કિચડને કારણે રસ્તાઓની ખરાબ હાલત બની ચૂકી છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે જૂનાગઢ લીલી પરિક્રમા કમિટી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે મિટિંગ યોજી ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદના કારણે જંગલ વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે. જેના પગલે આ વર્ષે  સામાન્ય લોકો માટે પરિક્રમા સ્થગિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.