ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કલેકટર રોડ પરના દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા.૩૧/૧૦/૨૦૨૫ ના રોજ કલેકટર રોડ વિથ ના કાચા પાકા અંદાજે ૧૦૪ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા જે દબાણ ઝુંબેશ કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકા ના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાંનુજ દબાણ ઇન્સ્પેકટર ગાયત્રી પ્રસાદ જોષી અને તેઓની સંયુક્ત ટીમ દ્વારા મહાનગરપાલિકાના સં-સાધનોથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આ દબાણો દુર થવાથી લોકોને આવવા જવામાં સરળતા રહેશે અને ટ્રાફિકનું પ્રશ્ન હલ થશે મહાનગરપાલિકા ની અખબાર યાદી માં જણાવવામાં આવે છે