આધાર-પુરાવા વગરના વાડીના કેબલો તેમજ બેટરીઓ તેમજ સોલાર પ્લેટના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર-પુરાવા વગરની ચીજવસ્તુઓની થતી હેર-ફેર અટકાવવા સુચનાઓ આપેલ હોઇ.

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક લીલા-પીળા કલરની રીક્ષામાં અમુક ઇસમો કોઇ શંકા-સ્પદ ચીજવસ્તુઓ લઇને નાના અંગિયા થી ચાવડકા ગામ તરફ જતા કાચા રસ્તા પર આવી રહેલ હોઇ જેથી તુરંત બાતમી હકિકત વાળી જગ્યાએ આવી વોચમાં રહેતા ઉપરોક્ત બાતમી વાળી રીક્ષા આવેલ જે રીક્ષાને રોકાવી તપાસ કરતા રીક્ષાના પાછળના ભાગે અલગ-અલગ કંપનીની બેટરી નંગ-૦૪ તથા અલગ-અલગ સાઇઝની સોલાર પ્લેટ નંગ-૦૩ તથા વાડીના કેબલ વાયરના અલગ-અલગ સાઇઝના ટુકડાઓથી ભરેલ વિમલનો થેલો અને પ્લાસ્ટિકના કોથળા જોવામાં આવેલ જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર-પુરાવાની માંગણી કરતા તેમની પાસે આ બાબતે કોઇ આધાર-પુરાવા ન હોવાનું જણાવેલ જેથી તેમના વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહીતાની કલમ-૧૦૬ અને ૩૫(૧)(ઇ) મુજબ મુદ્દામાલ કબ્જે કરેલ અને આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ સરનામા:-

(૧) ભીમજી વાલજી કોલી ઉ.વ.૧૮ રહે અંજલીનગર, ઢોરવાળો ભુજ

(૨) નિલેશ રાજેશ કોલી ઉ.વ.૧૯ રહે.સુરલભીટ, નખત્રાણા

(૩) ભરત રાજાભાઇ ચારણ ઉ.વ.૨૮ રહે.સુરલભીટ રોડ, મહેંદી કોલોની, ભુજ (રીક્ષા ચાલક)

કબજે કરેલ મુદામાલ:-

(૧) અલગ-અલગ કંપનીની બેટરી નંગ-૦૪ જે એક બેટરીની કિં.રૂ.૫૦૦૦/- એમ કુલ્લે બેટરી નંગ-૦૪ કિં.રૂ.૨૦,૦00/-

(૨) અલગ-અલગ સાઇઝની સોલાર પ્લેટ નંગ-૦૩ જે એક પ્લેટની કિં.રૂ.૨૫૦૦/- લેખે કુલ્લે સોલાર પ્લેટ નંગ-૦૩ ની કિં.રૂ.૭,૫૦૦/-

(૩) વાડીના કેબલ વાયરના અલગ-અલગ સાઇઝના ટુકડા આશરે ૭૦ મીટર જે એક મીટરની કિં.રૂ.૨૫૦/- એમ કુલ્લે ૭૦ મીટરની કિં.રૂ.૧૭,૫૦૦/-

(૪) રીક્ષા જેના રજી. નંબર- GJ 12 BU 6486 જેની કિં.રૂ.૧,૫૦,૦00/-

એમ કુલ્લે કિં.રૂ.૧,૯૫,૦૦00/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. મોહનભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.