અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન ભારત સરકારના “CEIR PORTAL “ના ઉપયોગથી શોધી કાઢી મુળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા ગુમ થયેલ તથા ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના કરેલ હોય

જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એસ.એમ. રાણા સાહેબ,ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઈન્ચાર્જ પો.સબ ઇન્સ એમ.એચ.પટેલ સાહેબ દ્વારા અરજદારશ્રીઓ દ્વારા પોતાના ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન અંગે અરજી આપેલ હોય જે અંગે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ફોન ભારત સરકારના *CEIR PORTAL”ના ઉપયોગથી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના પોલીસ સર્વેલન્સ ટીમ તથા ટેકનીકલ મદદનીશ નાઓએ નીચે મુજબના મોબાઇલો શોધી કાઢી અરજદારને પરત આપી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી.

પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર ભુજ શહેર બી ડીવીઝન પોલીસએ સાર્થક કરેલ છે.

મોબાઈલ ફોન સંખ્યા ૧૧ જેની કુલ્લ કિ.રૂ.૨,૪૫,૩૩૦/-

આ કામગીરીમાં એસ.એમ.રાણા પોલીસ ઇન્સપેકટર ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ એમ.એચ. પટેલ તથા પોલીસ સ્ટેશનના સર્વલન્સ ટીમના કર્મચારીઓ તથા ટેકનીકલ મદદનીશ શ્રીઓમ દેવજીભાઈ કોટીયા નાઓ જોડાયેલ હતા.