ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ પર મનપા અને પોલીસ ની સંયુક્ત કાર્યવાહી

ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દુર કરવા રાજ્ય સરકારશ્રીની સુચના અન્વયે કીડાણા મધ્યે ગુનાહિતઈતિહાસ ધરાવતા વિરા સુલેમાન નીગમરા ના દબાણ દુર કરી જમીન ખુલી કરવાની દરખાસ્ત પોલીસ વિભાગ દ્વારા રજુ થતામહાનગરપાલિકા દ્વારા નોટીસ તેમજ યોગ્ય પ્રક્રિયા અનુસરીને આજરોજ તા.૦૧/૧૧/૨૦૨૫ના અંદાજે ૯૫૦૦ ચો.ફૂટ દબાણ દુર કરવામાં આવ્યું.
મહાનગરપાલિકા તથા પોલીસની સંયુક્ત કામગીરીમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, પોલીસ ઇન્સ્પેકટર શ્રી ગોજીયા, દબાણ ઇન્સ્પેકટર શ્રી ગાયત્રી પ્રસાદ જોષી મહાનગરપાલિકાના સં-સાધનો તથા પૂરતા પોલીસ બદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા.