જવાહરનગર નજીક પગપાળા જઈ રહેલ યુવાનને કારે હડફેટે લેતા મોત

copy image

copy image

ભુજ ખાતે આવેલ જવાહરનગર નજીક પગપાળા જઈ રહેલ યુવાનને કારે હડફેટે લેતા મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સુત્રોમાંથી મળતી માહિતી મૂજબ જવાહરનગર તરફ જતા માર્ગ પર 37 વર્ષીય શંકરભાઈ થાવરભાઈ રબારી પગપાળા જઈ રહ્યા હતા. તે સમય દરમ્યાન કાર ચાલકે બેદરકારી પૂર્વક વાહન ચલાવી યુવાનને હડફેટે લીધો હતો. ઉપરાંત હતભાગીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.