ખેડોઈ બ્રિજ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
copy image

ખેડોઈ બ્રિજ નજીક સર્વિસ રોડ પર અજાણ્યાં વાહને પાછળથી બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ ખેડોઈ ગામના બ્રિજ નજીક સર્વિસ રોડ પર કપ્તાનાસિંહ મહાવીરાસિંહ બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે પાછળથી અજાણ્યાં વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા. સર્જાયેલ અકસ્માતમાં તેમના માથા પરથી વાહનના પૈડાં ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.