ફતેગઢથી શિવગઢ તરફ જતા માર્ગે અજાણ્યાં વાહને હડફેટે લેતા 27 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો

copy image

copy image

ફતેગઢથી શિવગઢ તરફ જતા માર્ગ પર અજાણ્યાં વાહને હડફેટે લેતા 27 વર્ષીય યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, વાલપુરામાં રહેનાર જેઠાભાઈ મોતીભાઈ કોળી અને મૌવાણામાં રહેતા કિશોરાસિંહ ઝખુભા વાઘેલા એમ બંને વ્યક્તિ બાઈક પર રાપરથી મૌવાણા તરફ જઈ રહ્યા હતા, તે દરમ્યાન રાત્રીના સમયે ફતેગઢથી શિવગઢ તરફના માર્ગ પર અજાણ્યા કાર ચાલકે તેને હડફેટમાં લેતા ગંભીર ઇજાઓના પગલે  જેઠાભાઈ મોતીભાઈ કોળીનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.