ખાવડાના આર.ઈ પાર્કમાં પવનચક્કી પર કામ કરતા શ્રમિકનું ઊંચાઈએથી પટકાતાં મોત
copy image

ભુજના ખાવડા નજીક આવેલા આર.ઈ પાર્કમાં પવનચક્કી પર કામ કરતા શ્રમિકનું નીચે પડી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ખાવડાના આર.ઈ પાર્કમાં ૨૭ વર્ષીય યુવાન ગણેશ રામ ધુર્વે પવનચક્કીના મેન્ટેનન્સનું કામ કરવા પવનચક્કી પર ચડ્યો હતો. કામ કરતી વેળાએ હતભાગી કોઈ કારણે નીચે પડી જતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હતભાગીને મૃત જાહેર કરવામાં આવેલ હતો. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.